ભારે પવન સાથે આવેલા વરસાદે કર્યું મોટું નુકસાન, હજુ આવતીકાલ સુધી વરસાદની આગાહી
Live TV
-
રાજ્યમાં હજુ આવતીકાલ સુધી વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજ્યમાં હજુ આવતીકાલ સુધી વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.
બીજી તરફ ગઈકાલે રાજ્યના 100થી વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થયા હતા. ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, નવસારી, ભરૂચ,, અને ડાંગ જિલ્લામાં વરસાદ મન મૂકીને વરસ્યો હતો.
નર્મદા જિલ્લામાં અતિભારે પવન સાથે વરસાદથી રાજપીપલા શહેર સહિતના વિસ્તારો પાણીથી તરબોળ થઈ ગયા હતા. ભારે વરસાદના કારણે શહેરાવ, ટંકારી, ભદામ અને ધમણાચા સહિતના ગામોમાં કેળના પાકને વ્યાપક નુકસાન થયું છે. દરમિયાન, મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સુખપર ગામે વિજળી પડતાં એક ખેત મજુરનું મૃત્યુ થયું હતું. છોટાઉદેપુર જિલ્લામાં વરસાદને લીધે નસવાડી અને કવાંટમાં અનેક કાચા મકાનોના છાપરાં ઉડી ગયા હતા. અનેક ઠેકાણે વિજપોલ તૂટી જવાને કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો