ભાવનગરઃ અલંગ ખાતે RTO વિભાગ એક્શનમાં, 11 વાહન ડિટેઇન
Live TV
-
ભાવનગર RTO દ્વારા અલંગ ખાતેથી ઓવરલોડ માલ ભરેલા વાહનો ડિટેઇન કરાયા. RTO કચેરી દ્વારા અલંગ ખાતે ચેકીંગ હાથ ધરાયું હતું.
ભાવનગર RTO દ્વારા અલંગ ખાતેથી ઓવરલોડ માલ ભરેલા વાહનો ડિટેઇન કરાયા. RTO કચેરી દ્વારા અલંગ ખાતે ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં ચેકીંગ દરમિયાન ટ્રક, ટ્રેક્ટર અને ટ્રેલર સહિતના વાહનોમાં અલંગનો સ્ક્રેબ માલ ભરી જતા હતા. ત્યારે RTO વિભાગના અધિકારીઓ દ્વારા ચેકિંગ કરતા વાહનોમાં ઓવરલોડ સામાન ભર્યો હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને કાયદેસરની કાર્યવાહી અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. અને વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. RTO વિભાગે કુલ 11 વાહનોને ડિટેઇન કર્યા.
