ભાવનગરના પાલીતાણામાં લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ 300 થી વધુ લોકોને ફૂડ પોઇઝન
Live TV
-
ભાવનગરના પાલીતાણામાં યોજાયેલા લગ્ન પ્રસંગ માં ભોજન આરોગ્યા બાદ 300 થી વધુ લોકોને ફૂડ પોઇઝનની અસર થતા પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.. જેમાં 100 બાળકોનો પણ સમાવેશ થાય છે...મળતી માહિતી મુજબ પાલીતાણાના તળાવ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં લોકોએ ચિકન-બીરિયાની નું ભોજન લીધા બાદ લોકોને ઝાડા-ઉલટી અને પેટના દુખાવાની ફરિયાદો ઉઠતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે...
પ્રાપ્ત માહીતી પ્રમાણે ભાવનગર જિલ્લાના પાલીતાણાના તળાવ વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ દરમ્યાન લોકોએ બીરિયાની ખાધા બાદ 300 જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા તમામને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પૈકી 100 બાળકોનો સમાવેશ થાય છે. 200 થી વધુ લોકોને સારવાર અર્થે પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં 100 લોકોને સામાન્ય અસર જોવા મળી હતી જ્યારે 200 થી વધુને સારવાર આપવામાં આવી રહી છે. જેમાં સારવાર દરમ્યાન ત્રણ લોકોની હાલત થોડી બગડતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને જરૂર પડે ભાવનગર પણ ખસેડાય તેવી શક્યતા સેવાય રહી છે. આરોગ્ય વિભાગની ટીમ પણ પુર જોશમાં સારવારમાં જોડાઈ લોકોને યોગ્ય સારવાર આપી રહી છે.
