ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓનો જીવ બચાવવા સરકારે કરુણા અભિયાન શરૂ કર્યું
Live TV
-
ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ ઉડાડતા સમયે પશુ પક્ષીઓને દોરીના કારણે ઇજા થતી હોય છે. તો કેટલાક પશુઓના મોત પણ થતા હોય છે. ઇજાગ્રસ્ત થતા પશુ-પક્ષીઓને સારવાર મળે અને તેમના જીવ બચે તે માટે રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે મહિસાગરના જીવદયા પ્રેમીઓ આ અભિયાનમાં જોડાઈને ઘાયલ પશુ-પક્ષીઓને રેસ્કયૂ કરી તેમની સારવાર કરવા તત્પર હોય છે. આવા કોઇ પણ બનાવ માટે સંપર્ક કરી પશુ- પક્ષીનો જીવ બચાવવા ટીમ દ્વારા અપીલ કરવામાં આવી હતી.
પોરબંદર વન વિભાગ દ્વારા ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે આ વખતે 10 થી 20 જાન્યુઆરી- 2023 સુધી કરુણા અભિયાન ચાલશે. ઉતરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોરબંદર આરએફઓ એસ.આર.ભમ્મરે જણાવ્યું હતું કે, પક્ષી અભયારણ્ય ખાતે પશુ તબીબોની ટીમ તૈયાર રહેશે. આ અભિયાનમાં પશુ તબીબો, વિવિધ સંસ્થાઓ, પ્રકૃતિ પ્રેમી વ્યક્તિઓ જોડાશે. જિલ્લામાં વિવિધ વિસ્તારમાં પતંગના દોરથી ધાયલ થયેલ પક્ષીઓ, અકસ્માત, શોટ સર્કિટ કે પેરાલીસીસ થયેલ પક્ષીઓને લાવવામાં આવશે અને પક્ષી અભ્યારણ્ય ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે.
