અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ ફ્લાવર શો 12 તારીખ સુધી લોકો માટે ખુલ્લો રહેશે
Live TV
-
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ ફ્લાવર શો- 2023 આ મહિનાની 12 તારીખ સુધી લોકો માટે ખુલ્લો રહેશે. આ વર્ષનો ફ્લાવર શો આઝાદી કા અમૃત મહોત્સવ અને જી- 20 થીમ ઉપર આધારિત છે. ફલાવર શોમાં 12 વર્ષથી નીચેની વયના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ મળશે. જ્યારે 12 વર્ષથી ઉપરની વયના માટે ટિકિટના દર 30 રૂપિયા નક્કી કરાયા છે. ફ્લાવર શો માં વિવિધ સ્થળે 20 જેટલા સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. અને ફ્લાવર- શો દરમિયાન માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. આજે રવિવાર હોવાથી લોકોની ભારે ભીડ ફ્લાવર શોમાં જોવા મળી હતી, જેને ધ્યાનમાં રાખીને રિવરફ્રન્ટના અમુક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી.
