Skip to main content
Settings Settings for Dark

અમૂલની પશુપાલકોને ભેટ, ભેંસના દૂધની ખરીદ કિંમતના ભાવમાં કિલો ફેટે રૂ.20નો વધારો

Live TV

X
  • પશુપાલકોના હિતમાં દૂધની ખરીદ કિંમતમાં 20 રૂપિયાનો વધારો કરાયો છે.

    સહકારી ધોરણે દૂધ ઉત્પાદન અને દૂધની બનાવટોના વેચાણ માટે વિશ્વમાં આગવું સ્થાન ઊભું કરનાર "અમૂલ ડેરી" હંમેશા પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળી  રહે તે પ્રકારે પ્રયત્ન કરતું આવ્યું છે. વર્ષ 2022ના અંતિમ દિવસે અમૂલ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં ચોથી વખત દૂધની ખરીદ કિંમતમાં વધારો આપીને પશુ પાલકો માટે ખુશીના સમાચાર આપ્યા છે. અમૂલ ડેરી દ્વારા મળેલી બોર્ડ મીટિંગમાં પશુપાલકોના હિતમાં દૂધની ખરીદ કિંમતમાં 20 રૂપિયાનો વધારો કરાયો છે. આ નિર્ણય અંગે અમૂલ ડેરીના ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન મંડળી લિમિટેડના ચેરમેન રામસિંહ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ત્રણ જીલ્લામાંથી અમૂલ ડેરીમાં દૂધ ભરતા 6 લાખ જેટલા પશુપાલક દૂધ ઉત્પાદક સભાસદોને આજથી 800 રૂપિયા પ્રતિ કિલોફેટ ચૂકવશે. જેમાં, અગાઉ 780 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. જ્યારે, ગાયના દૂધના પ્રતિકીલો ફેટે 9.09 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply