ભાવનગરના 34 ગામો એલર્ટ, સંભવિત વાવાઝોડાને પગલે કલેક્ટરે એલર્ટ રહેવા જરૂરી સૂચનો આપ્યા
Live TV
-
તાલુકા કક્ષાની ટીમો દ્વારા 34 ગામમાં અધિકારીઓએ મુલાકાત લીધી
ભાવનગર જિલ્લામાં આગામી તા. 2થી 6મે દરમિયાન નિસર્ગ વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વાવાઝોડાથી કોઈ જાનમાલનું નુકસાન કે અન્ય કોઈ મુશ્કેલી ઉભી ન થાય તે માટે પૂર્વ આયોજનના ભાગરૂપે વિવિધ પગલાઓ લેવામા આવી રહ્યા છે. પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે બેઠક યોજી વિગતવાર સૂચના અપાઈ હતી. તેમજ તમામ વિભાગોને જરૂરી સ્ટાફ તેમજ મશીનરી સાથે કાર્યાન્વિત કરવામાં આવ્યા હતા. સંભવિત વાવાઝોડા, ભારે વરસાદની પૂર્વ તૈયારી માટે તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને ચીફ ઓફિસની આજ રોજ વીડિયો કોન્ફરન્સ યોજી સંબંધિત વિભાગોના અધિકારીઓને કામગીરીનું વ્યવસ્થાપન કરવા જણાવવામાં આવ્યું હતું. તેમજ કરેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ જિલ્લા- તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. સંભવિત વાવાઝોડાને લઇ ભાવનગરના 4 તાલુકાઓના સંભવિત અસરગ્રસ્ત 34 ગામોની અધિકારીઓએ મુલાકાત લીધી છે. સાથોસાથ અમરેલી જિલ્લાનું વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે. અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારના 23 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ NDRFની એક ટીમ આજરોજ જાફરાબાદ આવી પહોંચશે. આગામી 3 જુને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે.
