Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 423 કેસ નોંધાયા, 25 લોકોના મોત

Live TV

X
  • રાજ્યમાં દર્દીઓ સાજા થવાનો દર 62.61 ટકા થયો

    રવિવાર સાંજથી સોમવાર સાંજ સુધી 24 કલાકમાં રાજ્યમાં વધુ 423 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે 24 કલાકમાં 25 લોકોના મોત નીપજ્યા છે. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 17217એ પહોંચ્યો છે જ્યારે 1063 લોકોએ કોરોના વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. સાથે સાથે સારી બાબત એ છે કે 10 હજારથી વધુ લોકો કોરોનામાંથી સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે.રાજ્યમાં કોરોના વાયરસના કેસોની વિસ્તાર પુર્વક વાત કરીએ તો અમદાવાદમાં 314, સુરતમાં 39, વડોદરામાં 31, ગાંધીનગરમાં 11, મહેસાણામાં 6, બનાસકાંઠામાં 3, રાજકોટમાં 3, સાબરકાંઠામાં 3, આણંદ અને પોરબંદરમાં 2-2, ભાવનગર, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, વલસાડ, સુરેન્દ્રનગરમાં 1-1 અને અન્ય રાજ્યમાં 2 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 5374 દર્દી એક્ટિવ છે. જેમાંથી 65 વેન્ટિલેટર પર અને 5309 દર્દીઓની હાલત સ્થિર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply