Skip to main content
Settings Settings for Dark

અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને પગલે સોમવારે રાત્રે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ

Live TV

X
  • અમરાઇવાડી, મણિનગર, નરોડા, ઓઢવમાં વરસાદ પડ્યો હતો

    અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો..સોમવારે રાત્રે અમદાવાદમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદ પડ્યો હતો..ખાસ કરીને પૂર્વ અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો..શહેરના ખોખરા, અમરાઈવાડી, હાટકેશ્વર, નરોડા, સરખેજ, મણિનગર, નારોલ, ઇસનપુર, ઘોડાસર, વટવા, જશોદાનગર, સરસપુર, ઓઢવ, રખિયાલ વગેરે જેવા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.. ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો વરસાદ આવતા જ ગેલમાં આવી ગયા હતા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરના બહેરામપુરા વિસ્તારમાં ભારે પવનને કારણે વૃક્ષ ધરાશાયી થયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply