ભાવનગરમાં આવતીકાલે યોજાશે ભરતી મેળો, ઉમેદવારોએ 11 વાગ્યે રિઝ્યુમ સાથે ઉપસ્થિત રહેવું
Live TV
-
એમ. જે. કોલેજ ઓફ કોમર્સમાં યોજાશે ભરતી મેળો.
ભાવનગરમાં આવતીકાલે યોજાશે ભરતી મેળો. ભાવનગર દ્વારા આયોજિત ભરતી મેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત 04 કંપનીમાં ઓફિસ એક્સિક્યુટિવ, ડિજીટલ માર્કેટીંગ એક્સેક્યુટીવ, ટ્રેનીંગ કેન્દ્ર મેનેજર, બ્રાંચ મેનેજર, આસિસ્ટન્ટ બ્રાંચ મેનેજર, એજન્સી ડીસ્ટ્રીબ્યુટર, વગેરે જેવી વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં 12 પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગાર વાંચ્છુઓને ભરતીમેળામાં 15 એપ્રિલે ભાવનગરના વિદ્યાનગર ખાતે એમ. જે. કોલેજ ઓફ કોમર્સમાં સવારે 11 વાગ્યે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની 3 નકલ સાથે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.