ઘુડખર અભ્યારણમાં દુર્લભ પક્ષીઓની સંખ્યામાં વધારો, પ્રવાસીઓમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર
Live TV
-
દુર્લભ પક્ષીઓ તેમજ પ્રાણીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો.
સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી-બજાણા તેમજ ધ્રાંગધ્રા વિસ્તારને અડીને આવેલ ઘુડખર અભ્યારણમાં સમગ્ર એશિયામાં માત્ર અહીં જોવા મળતી દુર્લભ પક્ષી તેમજ પ્રાણીઓની પ્રજાતિમાં ઘુડખર મુખ્ય આકર્ષણ છે. આ વર્ષે અભયારણ્ય અધિકારીઓના અંદાઝ મુજબ ઘુડખર, નાર, શિયાળ, શાહુડી, ઝરખ અને રણલોંકડી જેવા દુર્લભ પ્રાણીઓ તેમજ પક્ષીઓમાં શોર્ટ ટોઇટ લાર્ક, ઇગલ્સ, પેરેગ્રીન ફાલકન, મર્લિન સુરખાબ અને ફ્લેમિંગો સહિતની વિવિધ પક્ષીઓની પ્રજાતિમાં વધારો જોવા મળ્યો છે. આ વિસ્તારમાં આ તમામ દુર્લભ પક્ષીઓ તેમજ પ્રાણીઓની સલામતી, શાંતિ અને ખોરાક મળતો હોવાથી પ્રાણીઓ અહી આવીને વસવાટ કરતા હોય છે. આ પ્રાણીઓને જોવા દુર્લભ હોવાથી દૂર દૂરથી આવતા પ્રવાસીઓ તેમજ વિદેશથી પણ પ્રવાસીઓ રણમાં આવવા આકર્ષાય છે. ચાલુ વર્ષે આ અભ્યારણ વિસ્તારમાં વિવિધ દુર્લભ પક્ષીઓ તેમજ પ્રાણીઓની સંખ્યા નોંધપાત્ર જોવા મળતા પ્રવાસીઓની પણ સંખ્યા વધી પામી છે, તેવું વન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું.