Skip to main content
Settings Settings for Dark

ભાવનગરમાં ભવ્ય 'સરદાર@150 : યુનિટી માર્ચ' યોજાઈ; એકતાનું સ્વપ્ન દેશની પ્રગતિનો આધાર: મંત્રી જીતુભાઈ વાઘાણી

Live TV

X
  • અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

    આ રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત આજે ભાવનગર ખાતે પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની ભવ્ય **'સરદાર@150 : યુનિટી માર્ચ'**નું આયોજન કરવામાં આવ્યું હતું.ભાવનગર પશ્ચિમ વિસ્તારના જશોનાથ સર્કલથી મસ્તરામ મંદિર સુધી યોજાયેલી આ ભવ્ય પદયાત્રા રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી, જેમાં બહોળી સંખ્યામાં નગરજનોએ ભાગ લીધો હતો.

    કેન્દ્રીય રાજ્ય મંત્રીનીમુબેન બાંભણિયા, ભાવનગરના પ્રભારી મંત્રી  કૌશિક વેકરીયા તથા ધારાસભ્ય સેજલબેન પંડ્યા જોડાયા હતા.વિશેષરૂપે લોકસાહિત્યકાર  માયાભાઈ આહિર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી, સાગરદાન ગઢવી અને પરેશદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા.પદયાત્રા પૂર્વે સાધુ સંતો અને મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલ, મહારાજા તખ્તસિંહજી અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને જશોનાથ સર્કલથી વિધિવત રીતે પ્રારંભ કરાવ્યો હતો. નાગરિકોએ "એક ભારત, આત્મનિર્ભર ભારત" અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે આ આઠથી દસ કિલોમીટર લાંબી પદયાત્રા કરી હતી, જેને નગરજનોએ ઠેર-ઠેર વધાવી લીધી હતી.

    મંત્રી  જીતુવાઘાણી પદયાત્રામાં જોડાયેલા સૌ નગરજનોએ સ્વદેશીને પ્રોત્સાહન આપવા માટે શપથ પણ લીધા હતા.મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રીય એકતાનું જે સ્વપ્ન સાકાર કર્યું હતું, તે આજે પણ દેશની પ્રગતિનો આધારસ્તંભ છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યુનિટી માર્ચ જેવી પ્રવૃત્તિઓ યુવાઓમાં દેશપ્રેમ, શિસ્ત અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીની ભાવના પ્રજ્વલિત કરે છે. દરેક નાગરિકે એક ભારત, શ્રેષ્ઠ ભારત બનાવવા માટે પોતાનો અમૂલ્ય ફાળો આપવો જરૂરી છે." 

    મંત્રીએ એ ઐતિહાસિક સ્મરણ પણ કર્યું હતું કે, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ દેશ માટે સરદાર વલ્લભભાઈ પટેલને પ્રથમ રજવાડું અર્પણ કર્યું હતું. તેમણે સરદાર સાહેબના અડગ વલણને યાદ કરીને દેશની રક્ષા અને સાર્વભૌમત્વ જાળવવાની વાત કરી હતી.કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, સરદાર પટેલના વિચારો અને આદર્શો યુવા પેઢીને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરિત કરે છે. આ યુનિટી માર્ચ થકી યુવાનો દેશના ભવિષ્યના કર્ણધાર બન્યા છે. તેમણે આત્મનિર્ભર ભારત તેમજ સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે સૌને ભારપૂર્વક આહ્વાન કર્યું હતું.

    કાર્યક્રમના પ્રારંભે  બચુ તથા જાદવજીમોદીના પરિવારના વંશજોનું મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર દિવ્યાંગ ખેલાડી  અલ્પેશભાઈ સુતરીયા અને સંગીતાબેન સુતરીયાનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ પદયાત્રામાં ભાવનગરના મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઇ રાબડીયા, જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નર ધવલ પંડ્યા, વિવિધ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરઓ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply