Skip to main content
Settings Settings for Dark

યુવાશક્તિના જ્ઞાન અને વરિષ્ઠોના અનુભવથી પ્રશાસનમાં પરિવર્તન લાવીશું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની પ્રશાસનિક વ્યવસ્થાઓમાં પરિવર્તનકારી બદલાવો લાવીને સામાન્ય માનવીની સુવિધા, સુખાકારીના કામો અને **ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ (Ease of Doing Business)**ને વધુ સંગીન બનાવવાની નેમ વ્યક્ત કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે યુવાશક્તિના જ્ઞાન, કૌશલ્ય અને વરિષ્ઠ સચિવોના અનુભવના સમન્વયથી આ ઉદ્દેશ સાકાર કરવો છે.

    મુખ્યમંત્રીએ સી.એમ. ફેલોશીપ અંતર્ગત પસંદગી પામેલા અને રાજ્ય શાસનના વિવિધ વિભાગોમાં કાર્યરત 24 સી.એમ. ફેલોના એક દિવસીય વર્કશોપનો પ્રારંભ કરાવતા આ સંબોધન કર્યું હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં 2009માં આ સી.એમ. ફેલોશીપની શરૂઆત કરાવીને તેજસ્વી યુવાઓના ઇનોવેટિવ આઇડિયાઝથી ગુડ ગવર્નન્સનો રાહ દેશને ચીંધ્યો છે.

     પટેલતેમણે પ્રધાનમંત્રીના પ્રેરણા વાક્ય **"અમે સરકાર ચલાવવા નહીં, દેશમાં બદલાવ લાવવાના હેતુ સાથે કામ કરીએ છીએ"**નો ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે પ્રધાનમંત્રીએ ડિજિટલ ભારતથી ગ્રામીણ વિસ્તારો સુધી ડિજિટલ ટેક્નોલોજી પહોંચાડીને લોકોનું જીવન વધુ સરળ બનાવ્યું છે.સી.એમ. ફેલોશીપ આજે રાજ્ય વહીવટમાં પ્રતિભાશાળી યુવાઓના યોગદાનનું બેસ્ટ પ્લેટફોર્મ બન્યું છે, જે "વિશ્વમાં જે શ્રેષ્ઠ હોય તે ગુજરાતમાં પણ હોય" તેવા પ્રધાનમંત્રીના વિચારને સાકાર કરે છે.પ્રધાનમંત્રીએ આપેલા વિકસિત ભારત @ 2047ના સંકલ્પને સાકાર કરવામાં આ વ્યવસ્થાઓથી ગુજરાતને અગ્રેસર રાખવા સૌના સહયોગની અપેક્ષા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.આ એક દિવસીય શિબિરના પ્રારંભે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સ્પીપા (SPIPA) અને આઈ.આઈ.એમ. (IIM) ઇન્દોર વચ્ચે એમ.ઓ.યુ. (MOU) કરવામાં આવ્યા હતા.

    આ એમ.ઓ.યુ. વિવિધ 11 જેટલા વિષયોમાં પબ્લિક પોલિસી મેનેજમેન્ટ સંદર્ભે કેપેસિટી બિલ્ડિંગ તાલીમ કાર્યક્રમના સંયુક્ત આયોજન માટે ઉપયોગી બનશે.મુખ્ય સચિવ એમ.કે. દાસે સી.એમ. ફેલોશીપના યુથના યોગદાન તથા રિસર્ચ અને કેસ સ્ટડીઝને ગુડ ગવર્નન્સ માટે ઉપયોગી ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપને વધુ વેગ મળ્યો છે.આ શિબિરમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવઓએ સી.એમ. ફેલોને માર્ગદર્શન આપ્યું હતું. સી.એમ. ફેલોએ પોતાના પ્રેઝન્ટેશન્સ પ્રસ્તુત કર્યા હતા અને બેસ્ટ પ્રેક્ટિસીસનું શેરીંગ કર્યું હતું.શિબિરના ઉદ્ઘાટન સત્રમાં મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ તથા સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે અને સી.એમ. ફેલો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply