Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘સરદાર @ 150 યુનિટી માર્ચ’નો પ્રારંભ

Live TV

X
  • એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે તેમના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારની 'સરદાર @ 150 યુનિટી માર્ચ' પદયાત્રાને આંબલી ખાતેથી ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં આ ઉજવણી થઈ રહી છે, જેના ઉપલક્ષ્યમાં આ યુનિટી માર્ચ જન-જન સુધી રાષ્ટ્રીય એકતાનો ભાવ ઉજાગર કરવા માટે યોજાઇ રહી છે.મુખ્યમંત્રીએ 9 નવેમ્બરે જૂનાગઢથી રાજ્યવ્યાપી યુનિટી માર્ચનો પ્રારંભ કરાવ્યા બાદ, વિધાનસભા વિસ્તારવાઇઝ આ માર્ચના આયોજન અંતર્ગત આજે સવારે ઘાટલોડિયા મતક્ષેત્રમાં તેને ફ્લેગ ઓફ આપ્યું હતું.આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આઝાદી પછી સરદાર વલ્લભ પટેલે દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે ૫૬૨ રજવાડાઓના વિલીનીકરણથી એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું.તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ જ એકતાના મંત્રને **'એક ભારત, શ્રેષ્ઠ ભારત'**થી સાકાર કર્યો છે.

    " પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરીને કટકથી કચ્છ અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતને એક અને અખંડ બનાવ્યું છે," તેમ મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.પ્રધાનમંત્રીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા **'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'**ના નિર્માણ થકી સરદાર પટેલને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે ઉમેર્યું હતું કે આ પ્રતિમા ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું શ્રેષ્ઠ પ્રતીક છે.

    મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વિકાસની રાજનીતિ સ્થાપી છે. તેમના નેતૃત્વમાં **'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ'**ના મંત્ર થકી ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે.તેમણે ઉપસ્થિત સૌને આહ્વાન કર્યું હતું કે, "આપણે સૌ સરદાર સાહેબને યાદ કરીને, સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવીએ અને વિકસિત ભારતનું નિર્માણ કરીએ. આપણે સૌ એક બની, નેક બની, વિકસિત ભારત @ ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ બનીએ."

    આ યુનિટી માર્ચમાં જોડાયેલા સૌએ સ્વદેશી અપનાવવાના અને આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપવાના સામૂહિક શપથ લીધા હતા.અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબેન જૈને સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા.આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, સાંસદ  દિનેશ મકવાણા અને નરહરિ અમીન, મહાનગરના પ્રભારી રજની પટેલ, શહેરના ધારાસભ્યઓ, શહેર ભાજપ અધ્યક્ષ  પ્રેરક શાહ, બાળ સંરક્ષણ આયોગના ચેરમેન  ધર્મિષ્ઠાબેન ગજ્જર, મ્યુનિ. કમિશનર બંછાનિધી પાની, શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક, કલેકટર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, સાધુ-સંતો, રાજવી પરિવાર, કોર્પોરેટરઓ, પક્ષના પદાધિકારીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply