ભાવનગર અકસ્માત : ભાગી છુટનાર ટ્રક ચાલક ઝડપાયો
Live TV
-
ટ્રક ડ્રાઇવર નીતિન કુદકો મારી જતા બચી ગયો હોવાથી ભાગી છુટયો હતો. ત્યારે મહુવા પોલીસે કુંજડી ગામેથી ઝડપી લીધો.
ભાવનગરના અનિડા ગામેથી સવારે જાન ટાટમ ગામે ટ્રકમાં જઇ રહી હતી, ત્યારે બોટાદના રંઘોળા નજીક ઓવરટ્રેક કરવા જતા ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂગુમાવ્યો હતો. જેના લીધે ટ્રક પુલ નીચે ખાબક્યો હતો. જેમાં ઘટનાસ્થળે જ વરરાજાના માતા-પિતા સહિત 34 લોકોના મોત નીપજ્યા હતા. તેમજ હજુ પણ 8 ગંભીર સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે અને બાકીના જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં ટ્રક ડ્રાઇવર કુદકો મારી જતા બચી ગયો હોવાથી ભાગી છુટયો હતો. ત્યારે મહુવા પોલીસે ટ્રક ડ્રાઇવરને ઝડપી લીધો હતો.
ટ્રક ડ્રાઇવર નીતિન લાલજીભાઇ વાઘેલાએ વરરાજાનો કૌટુંબિક ભાઇ જ થતો હતો. અકસ્માત સર્જાતા ટ્રક ડ્રાઇવર બચી ગયો હતો અને ફરાર હતો. પરંતું પોલીસે તેને કુંજડી ગામેથી ઝડપી પાડ્યો છે. તેમજ પોલીસે તપાસના આધારે જણાવ્યુ હતુ કે નીતિન પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નથી. ટ્રકની માહિતી પોલીસ તંત્ર દ્રારા મેળવતા ભોળાદ ગામના પરેશ આહિરનો હોવાનું બહાર આવ્યુ હતું. નીતિન અને પરેશ આહિર સંબંધી હોવાથી ટ્રકને ડિઝલ પૂરાવવા માટે લઇ આવ્યો હોવાનુ બહાર આવ્યુ હતું. પોલીસે ટ્રક ડ્રાયવરની પૂછપરછ કરી આદળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.