15માં નાણાંપંચની ગ્રાન્ટના આધારભુત માપદંડો અંતર્ગત યોજાયો વર્કશોપ
Live TV
-
ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેનના અધ્યક્ષ સ્થાને વર્કશોપનું આયોજન કરાયુ.
ગુજરાત રાજ્યની મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓ કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત 15માં નાણાંપંચની ગ્રાન્ટના આધાર માપદંડો અંતર્ગત જરૂરી માહિતીના માર્ગદર્શન માટે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેનના અધ્યક્ષ સ્થાને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
15માં નાણાંપંચની ગ્રાન્ટના જરૂરી આધારો અને માપદંડની માહિતીના માર્ગદર્શન માટે વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યુ હતું. વર્કશોપમાં સૌરાષ્ટ્રની વિવિધ નગરપાલિકાઓના ચીફ ઓફિસર અને એકાઉન્ટન્ટ, ઓફીસ સુપ્રિન્ટેન્ડેડ, હિસાબી તેમજ બજેટની કામગીરીના જાણકાર કર્મચારીઓ તેમજ જુદી જુદી શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપમાં જીએસટી અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.