ગુજરાતમાં ટુરીઝમ સર્કિટ માટે કેન્દ્ર સરકારે રૂ.292.95 કરોડ કર્યા મંજૂર
Live TV
-
કેન્દ્ર સરકારે ગુજરાતમાં સ્વદેશ દર્શન ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ થીમ-બેઝ્ડ ટૂરીસ્ટ સર્કિટ માટે ત્રણ હેરીટેજ સર્કિટ અને પ્રસાદ નેશનલ મિશન ઓન પિલગ્રિમેજ રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ, હેરીટેજ ઓગમેન્ટેશન ડ્રાઇવ અંતર્ગત બે યાત્રાધામોને વિકસાવવા માટેની દરખાસ્તો કરી મંજૂર. અત્યાર સુધીમાં રૂ.83.55 કરોડની કરાઇ ચૂકવણી.
કેન્દ્ર સરકારે ગુજરાતમાં સ્વદેશ દર્શન ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ થીમ-બેઝ્ડ ટૂરીસ્ટ સર્કિટ માટે ત્રણ હેરીટેજ સર્કિટ અને પ્રસાદ નેશનલ મિશન ઓન પિલગ્રિમેજ રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ, હેરીટેજ ઓગમેન્ટેશન ડ્રાઇવ અંતર્ગત બે યાત્રાધામોને વિકસાવવા માટેની દરખાસ્તો મંજૂર કરી છે. જેમાં કેન્દ્ર સરકારે બે જુદી-જુદી યોજનાઓ હેઠળ રૂ.292.95 કરોડ મંજૂર કર્યા છે. કેન્દ્રીય પ્રવાસન રાજ્ય મંત્રી કે.જે.આલ્ફોન્સે માર્ચ 7, 2018ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીના નિવેદન અનુસાર સરકાર અમદાવાદ-રાજકોટ- પોરબંદર-બારડોલી- દાંડી અને વડનગર-મોઢેરા- પાટણ એમ બે હેરીટેજ સર્કિટ અને જૂનાગઢ-ગીર- સોમનાથ-ભરૂચ-કચ્છ-ભાવનગર- રાજકોટ-મહેસાણા બુધ્ધિસ્ટ સર્કિટ વિકસાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે સરકાર પ્રસાદ યોજના હેઠળ દ્વારકા અને સોમનાથ એમ બે યાત્રાધામોનો વિકાસ કરવામાં આવશે.
સરકારે અમદાવાદ-રાજકોટ- પોરબંદર-બારડોલી- દાંડી હેરીટેજ સર્કિટ માટે રૂ.93.48 કરોડ મંજૂર કર્યા છે અને તેમાંથી રૂ.18.70 કરોડ ચૂકવી દેવામાં આવ્યા છે, જ્યારે વડનગર-મોઢેરા- પાટણ હેરીટેજ સર્કિટ માટે રૂ. 99.81 કરોડ મંજૂર કર્યા છે અને તેમાંથી રૂ.44.91 કરોડ ચૂકવી દેવામાં આવ્યા છે. જૂનાગઢ-ગીર-સોમનાથ-ભરૂચ- કચ્છ-ભાવનગર- રાજકોટ-મહેસાણા બુધ્ધિસ્ટ સર્કિટના વિકાસ માટે સરકારે મંજૂર કરેલા રૂ.35.99 કરોડમાંથી રૂ.7.20 કરોડની ચૂકવણી કરી દેવામાં આવી છે. પ્રસાદ યોજના અંતર્ગત દ્વારકા અને સોમનાથના વિકાસ માટે અનુક્રમે રૂ.26.23 કરોડ અને રૂ.37.44 કરોડ મંજૂર કર્યા છે અને તેમાંથી રૂ.5.25 કરોડ અને રૂ.7.49 કરોડની ચૂકવણી કરી દેવામાં આવી છે.