સુરતમાં પ્રી-એક્ટિવ સીમકાર્ડ વેચવાના કૌભાંડનો પર્દાફાશ
Live TV
-
દસ્તાવેજ ન હોવા છતાં પણ આરોપી સીમકાર્ડનું વેચાણ કરતો હતો. પોલીસે બાતમીના આધારે આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો
સુરતમાં પાંડેસરા પોલીસે પ્રી - એક્ટિવ સીમકાર્ડ વેચવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પોલીસે GIDC વિસ્તારની એક દુકાનમાં દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન 10 જેટલા પ્રી - એક્ટિવ સીમકાર્ડ જપ્ત કરી, દુકાનના માલિકની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગેરકાયદેસરના કામો કરનારાને અને સીમકાર્ડ માટે જરૂરી દસ્તાવેજો ન હોય તેવી વ્યક્તિઓને, આરોપી રૂપિયા 200 જેટલી ઊંચી કિંમતે પ્રી-એક્ટિવ સીમકાર્ડ વેચતો હતો.