ભાવનગર અને બોટાદમાં ‘સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૩’ કાર્યક્રમ યોજાયો
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. મનસુખ માંડવિયા ની અધ્યક્ષતામાં ભાવનગર લોકસભા ક્ષેત્રમાં રમત-ગમત અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ કરાયેલ સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૩ ના બીજા દિવસે બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગો જોડાયા હતા. સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૩ અંતર્ગત ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાવનગર જિલ્લા, મહાનગર પાલિકા તેમજ બોટાદ જિલ્લા ખાતે ૧૦૦ મીટર / ૫૦ મીટર દોડ, લાંબી કુદ, ગોળાફેક, લીંબુ ચમચી, શુટિંગ બોલ, ખોખો સહિતની સ્પર્ધાઓ યોજાઇ હતી.
આ સ્પર્ધામાં ભાવનગરના મેયર શ્રી ભરતભાઈ બારડ અને શહેર ભાજપ પ્રમુખ શ્રી અભયભાઈ ચૌહાણે દોડમાં ભાગ લઈને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમના ઉદ્ધાટન પ્રસંગે તા. 19 ઓક્ટોબરના રોજ સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સાંસદ શ્રીમતિ ભારતીબેન શિયાળ, શહેર ભાજપ પ્રમુખ શ્રી અભયભાઈ ચૌહાણ ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
સાંસદ ખેલ સ્પર્ધા બોટાદ જીલ્લાના ગઢડા ખાતે કાર્યક્રમના પ્રારંભમાં શહેર તેમજ ગ્રામ્ય મંડળના શક્તિ કેન્દ્ર ની સ્પર્ધા યોજાઇ આ સ્પર્ધા ના ઉદઘાટન પ્રસંગે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પાલજીભાઈ પરમાર, બોટાદ જિલ્લા ભાજપના પૂર્વપ્રમુખ સુરેશભાઈ ગોધાણી બોટાદ જિલ્લા ભાજપના મહામંત્રી ભુપતભાઈ મેર, ગઢડા તાલુકા ભાજપના પ્રમુખ માધુભાઈ વસાણી, ગઢડા તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ રણજીતભાઈ ગોવાળિયા, હરેશભાઈ સોઢાતર સહિતના હાજર રહ્યા હતા. આ ઉપરાંત બરવાળા અને રાણપુર તાલુકામાં પણ સ્પર્ધા યોજાઇ હતી જેમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
