Skip to main content
Settings Settings for Dark

કૃષિમંત્રી રાઘવજી પટેલે મીલેટસનું ઉત્પાદન વધારવા જામનગર ખાતે પરિસંવાદ કાર્યક્રમ યોજ્યો

Live TV

X
  • રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને જામનગર માર્કેટિંગ યાર્ડ ખાતે જામનગર તાલુકા કક્ષાનો કૃષિ મેળો-કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જામનગર તાલુકાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં મીલેટસ વર્ષની ઉજવણીની સાથે ભારતને આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય બજારના કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવાનો પણ રહેલો છે.

    કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ અને કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ભારતમાં અવકાશી ખેતી જોવા મળે છે. આપણા ખેડૂતો કુદરત ઉપર આધારિત છે, ત્યારે ખેડૂતોને નિયમિતપણે આવક મેળવવા માટે પશુપાલનની સાથે મીલેટસ ધાન્યોની ખેતી કરવી જોઈએ. માત્ર આર્થિક દ્રષ્ટિએ ફાયદા માટે જ નહી, પરંતુ આરોગ્યની જાળવણી કરવા માટે પણ આપણા ખેડૂતોએ મીલેટસ ધાન્યોનું વાવેતર વધારવું જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને આત્મનિર્ભર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મીલેટસ ધાન્યોના ઉત્પાદનને સતત પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. જામનગર ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને 24*7 કલાક માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય તૃણ ધાન્ય વર્ષ એટલે કે ઈન્ટરનેશનલ મીલેટસ યર તરીકે જાહેર કરવામાં આવ્યું  છે. આ વર્ષ ઉજવવાનો હેતુ એ છે કે, ગૌણ ધાન્ય જેવા કે, બાજરો, રાગી, નાગલી, જુવાર, કોદરા, કાંગ, સામો વગેરે જાડા ધાન્યોનું ઉત્પાદન વધારવું, તેનો વપરાશ વધારવો, ખેડૂતોની આવકમાં વધારો થાય તે રીતે સમગ્ર દેશમાં પ્રયત્નો કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply