સુરત મહાનગર પાલિકા એક્સનમાં માવાના વેચાણ કરતી સંસ્થા પર દરોડા
Live TV
-
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા શહેરમાં માવાનું વેચાણ કરતી સંસ્થાઓમાં દરોડા પાડવામાં આવ્યા છે. સુરતના તમામ ઝોનમાં 15થી વધુ ટીમ કામ ઉપર લાગી છે. માવાનું વેચાણ કરતી સંસ્થાઓમાંથી માવાના નમૂના લઈને ચકાસણી માટે ફૂડ લેબમાં મોકલી આપવામાં આવી રહ્યા છે. સુરત શહેરમાં તહેવાર ભારે ધામધૂમથી ઉજવવામાં આવનાર છે. તહેવાર દરમિયાન સુરતવાસીઓ કરોડો રૂપિયાની ઘારીની ખરીદી કરશે. ત્યારે ઘારી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા માવા અને ભૂસા માટે વપરાતા તેલની ચકાસણી પણ હાથ ધરવામાં આવી છે.
