Skip to main content
Settings Settings for Dark

ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે કડક પગલાં: 6 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ, હોસ્ટેલ ખાલી કરવા આદેશ

Live TV

X
  • ભાવનગર સ્થિત સરકારી મેડિકલ કોલેજમાં નોંધાયેલા રેગિંગના ગંભીર બનાવને પગલે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા અભૂતપૂર્વ અને કડક કાર્યવાહી કરવામાં આવી છે.

    આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાથી 18 જૂનના રોજ સાંજે 5:00 વાગ્યે શરૂ થયેલી એન્ટી-રેગિંગ કમિટીની બેઠક સતત 9 કલાક સુધી ચાલીને 19 જૂનની વહેલી સવારે 2:00 વાગ્યે પૂર્ણ થઈ હતી. આ બેઠકમાં ઓર્થોપેડિક વિભાગના તમામ વર્ષના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફના લેખિત નિવેદનો તથા દસ્તાવેજી પુરાવાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.તમામ પુરાવા અને નિવેદનોના આધારે કમિટી દ્વારા દોષિત વિદ્યાર્થીઓ વિરુદ્ધ નીચે મુજબની આકરી સજા જાહેર કરવામાં આવી છે.1 વિદ્યાર્થીને 2 વર્ષ માટે કોલેજમાંથી તાત્કાલિક બરતરફ (સસ્પેન્ડ) કરાયો.3 વિદ્યાર્થીઓને 1 વર્ષ માટે કોલેજમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરાયા.2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે કોલેજમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરાયા.દોષિત ઠરેલા તમામ વિદ્યાર્થીઓને સજાના સમયગાળા દરમિયાન હોસ્ટેલમાંથી તાત્કાલિક અસરથી દૂર કરી, 19 જૂનની સાંજ સુધીમાં રૂમ ખાલી કરવા આદેશ અપાયો છે.સજા પામેલા વિદ્યાર્થીઓ આ સમયગાળા દરમિયાન કોઈપણ શૈક્ષણિક, ક્લિનિકલ, સંશોધન કે અન્ય કોલેજ પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં."રેગિંગ જેવી અસામાજિક અને અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની 'ઝીરો ટોલરન્સ'ની નીતિ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓની સુરક્ષા અને સ્વસ્થ શૈક્ષણિક વાતાવરણ જાળવવા સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે." પ્રફુલ પાનશેરીયા, આરોગ્ય મંત્રી

    આરોગ્ય મંત્રીએ ગાંધીનગર આરોગ્ય વિભાગ, નિયામક તેમજ ભાવનગર મેડિકલ કોલેજની એન્ટી-રેગિંગ કમિટી વચ્ચેના સંકલનની પ્રશંસા કરી હતી. રાત્રે 2 વાગ્યા સુધી સતત કામગીરી કરી, ફરિયાદની નિષ્પક્ષ તપાસ અને પુરાવાઓનું મૂલ્યાંકન કરીને પીડિત વિદ્યાર્થીઓને ઝડપી ન્યાય અપાવવા બદલ સમગ્ર કોલેજ તંત્રને બિરદાવ્યું હતું.આરોગ્ય મંત્રીએ રાજ્યના તમામ મેડિકલ વિદ્યાર્થીઓને સંદેશ આપતા જણાવ્યું છે કે, જો કોઈ પણ વિદ્યાર્થીને રેગિંગ, માનસિક ત્રાસ, દબાણ કે ધમકી જેવી અમાનવીય પરિસ્થિતિનો સામનો કરવો પડે, તો તેઓએ ડર્યા વગર તાત્કાલિક પોતાની કોલેજની એન્ટી-રેગિંગ કમિટી અથવા સત્તાધિકારીઓને જાણ કરવી. આરોગ્ય વિભાગ દરેક વિદ્યાર્થીની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને આવી ફરિયાદો પર ત્વરિત એક્શન લેવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply