ભાવનગર-સોમનાથ હાઇવે પર પુલ પર ગાબડુ: અકસ્માતનો ભય, નેશનલ હાઇવે વિભાગની બેદરકારી સામે આવી
Live TV
-
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલાના મજાદર ગામ નજીક આવેલા એક પુલ પર ગાબડુ પડી જવાથી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાને કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયેલો છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, મજાદર ગામ નજીક આવેલા પુલ પર કોઈ કારણો વિના અચાનક ગાબડુ પડી ગયું હતું. આ ગાબડુ એટલું મોટું છે કે તેમાંથી સળીયા પણ દેખાઈ રહ્યા છે. ગાબડાના કારણે પુલ બિસ્માર બની ગયો છે અને ગંભીર અકસ્માત થવાની શક્યતાઓ છે.
આ રસ્તા અને પૂલ પર ગાબડાં પાડવાની ઘટના નેશનલ હાઇવે વિભાગની બેદરકારી દર્શાવે છે. ગત વર્ષે પણ હિંડોરણા ગામ નજીક આવેલા બીજા એક પુલ પર ગાબડુ પડી ગયું હતું. નેશનલ હાઇવે વિભાગ દ્વારા આ પુલોની યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે આવી ઘટનાઓ સર્જાઈ રહી છે.
સ્થાનિક લોકોએ નેશનલ હાઇવે વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરીને પુલનું સમારકામ કરાવવાની માંગ કરી છે.
