Skip to main content
Settings Settings for Dark

અમદાવાદઃ નારણપુરા ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો 2025ના કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન

Live TV

X
  • અમદાવાદઃ નારણપુરા ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો 2025ના કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન

    અમદાવાદ શહેરમાં એ. ઈ. સી ચાર રસ્તા નારણપુરા ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો 2025ના  કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સ્વામીશ્રી પરમાત્માનંદ સરસ્વતી મિહિરભાઈ પંડ્યા અને ચીમનભાઈ અગ્રવાલની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યાલયનો વિધિવત પ્રારંભ  કરાવવામાં આવ્યો હતો. ભારતીય હિન્દુ સંસ્કૃતિના અધ્યાત્મિક વારસા અને જ્ઞાનનો પ્રચાર- પ્રસાર થાય તેવા ઉદેશથી આ કાર્યાલયની શુભ શરૂઆત કરવામાં આવી છે. 

    અમદાવાદ શહેરમાં જીએમડીસી મેદાન ખાતે આગામી 23 થી 25 જાન્યુઆરી દરમિયાન ભવ્ય સંસ્કૃતિ મેળાનું આયોજન કરવામાં આવશે. જેનું સંકલન અને સંચાલન આ કાર્યાલય દ્વારા કરવામાં આવશે. સાથે સાથે ગુજરાતમાં રહેલી સેવાભાવી અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા જે સેવાના કાર્યો થઈ રહ્યા છે તેનો સંકલન પણ કરવામાં આવશે. યુવાનો, ભારતીય સમાજમાં , લોક સેવા પ્રત્યે જાગૃતતા આવે તે માટે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન-HSSF અને નૈતિક તથા સાંસ્કૃતિક પ્રશિક્ષણ પ્રકલ્પ દ્વારા આ હિન્દુ અધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
apply