ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુરમાં બે લાખ લોકોના ભોજન માટે રસોડા ધમધમ્યા
Live TV
-
ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુરમાં બે લાખ લોકોના ભોજન માટે રસોડા ધમધમ્યા
આજે આખુંય અમદાવાદ જગન્નાથમય બની ગયુ છે. શહેરમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 147 મી રથયાત્રાનો શુભારંભ થયો છે. ભગવાનના રથ રથયાત્રાના રુટ પર આગળ વધી રહ્યા છે. ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે ગુજરાતભરમાંથી માનવ મહેરામણ ઉમટ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા 101 ટ્રક અને 18 ભજન મંડળીઓ જોડાઈ છે. રથયાત્રામાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે ભગવાનનું મોસાળ ગણાતા સરસપુરમાં અનેક જગ્યાએ રસોડા શરૂ કરવામાં આવ્યા છે. ભક્તો દ્વારા પુરી શાક, કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ બનાવવામાં આવે છે.