Skip to main content
Settings Settings for Dark

ભુજઃ પોસ્ટ કચેરીમાં 8.25 કરોડના કૌભાંડ કેસમાં કાર્યાવાહી, 3 સબ પોસ્ટ માસ્તર સસ્પેન્ડ

Live TV

X
  • ભુજમાં પોસ્ટ વિભાગમાં થયેલા કૌભાંડમાં મુખ્ય સુત્રધાર એજન્ટ પ્રજ્ઞા ઠક્કર અને તેનો પતિ સચિન ઠક્કર છે. જેની સામે કાર્યવાહી કરવામાં આવશે હાલ તેઓ વિરુદ્ધ પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે.

    ભુજની રાવલવાડી પોસ્ટ કચેરીમાં સામે આવેલા 8.25 કરોડની આર્થીક કૌભાડ મામલે પોસ્ટ વિભાગે અંતે કાર્યવાહી કરી છે. આ કૌભાંડમાં 3 સબ પોસ્ટ માસ્તરને સસ્પેન્ડ કરી દેવાયા છે. પોસ્ટના આઈ.ડી અને પાસવર્ડનો ખોટો ઉપયોગ કરી આ ઉચાપત કરવામાં આવી હતી 

    ભુજમાં પોસ્ટ વિભાગમાં થયેલા કૌભાંડમાં મુખ્ય સુત્રધાર એજન્ટ પ્રજ્ઞા ઠક્કર અને તેનો પતિ સચિન ઠક્કર છે. જેની સામે કાર્યવાહી કરવામાં આવશે હાલ તેઓ વિરુદ્ધ પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ કૌભાંડની વિગતો એવી છે કે, કેટલાક ખાતેદારોના પૈસા ગ્રાહકોને આપવાના બદલે પોસ્ટ કર્મચારીઓએ સીધા એજન્ટને આપ્યા હતા ત્યાર બાદ તેનો દુર ઉપયોગ કરી પોસ્ટ વિભાગના કર્મચારીઓની મિલીભગતથી આ કૌભાડ આચર્યાનુ અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યુ છે. આ કૌભાંડની રકમ 8.25 કરોડ જેટલી છે.

    કૌભાડના મુખ્ય સુત્રધાર મહિલા એજન્ટ પ્રજ્ઞાબેન અને તેમના પતિ સચિન ઠક્કરની સામે પુરતા પુરાવા એકત્ર કરાઈ રહ્યા છે. ત્યારબાદ પુરાવાના આધારે જરૂરી કાર્યવાહી પણ થશે. અત્યાર સુધી એકપણ રકમ પરત આવી નથી જે અંગે પણ પોસ્ટ વિભાગ કાર્યવાહી કરી રહ્યુ છે. મિલકતો સિઝ કરવા સંદર્ભે પણ હાલ તપાસ કરાઈ રહી છે.

    સમગ્ર કૌભાંડ અંગે પોસ્ટ વિભાગે ખાતેદારોને જાહેર અપિલ કરી છે કે બધા ગ્રાહકો પોતાની પાસબુક તપાસ માટે આપે જેથી તેમના ખાતામાં જમા ઉધારની તપાસ થઈ શકે. હાલ 673 ખાતાની અત્યાર સુધી પોસ્ટ વિભાગે તપાસ કરી છે. તો કુલ 142 ખાતા એવા પણ મળેલા છે જેની પાસબુક જમા થઈ નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply