Skip to main content
Settings Settings for Dark

ભુજમાં લાખોની કિંમતનું સોનુ-રોકડ ચોરનાર ત્રણ મહિલાઓ ઝડપાઈ, બ્યુટી પાર્લરમાં ગ્રાહક બની ઘરનો ભેદ મેળવ્યો હતો

Live TV

X
  • ભુજમાં બ્યુટી પાર્લરના ગ્રાહક તરીકે વિશ્વાસ જીતનાર ત્રણ મહિલાઓએ ઘરનો ભેદ મેળવી તિજોરીમાંથી રોકડ અને સોનાના દાગીના ચોરી કરી લીધા હોવાની ઘટના સામે આવી છે. જો કે, સ્થાનિક પોલીસની ચુસ્ત કામગીરીને કારણે આ આખો મામલો ઝડપથી ઉકેલાયો છે અને આરોપી મહિલાઓને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવી છે.

    પ્રાપ્ત માહિતી મુજબ, ભુજમાં ટીબી હોસ્પિટલ નજીક રહેતા નિવૃત શિક્ષકના ઘરમાંથી આ ચોરીનો બનાવ બન્યો હતો. ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. તપાસ દરમિયાન નજીકના મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા, જેમાં બે મહિલાઓ શંકાસ્પદ રીતે ઘરમાં પ્રવેશતી નજરે પડી હતી. આ આધારે પોલીસે તપાસનો દોર આગળ વધારી આરોપીઓને શોધી કાઢ્યા.

    પકડાયેલી મહિલાઓમાં ઉમેદનગરની જાનકી ચાવડા, કુસુમ વરસાણી અને જુની બકાલી કોલોનીમાં રહેતી મુમતાઝ ઉર્ફે રજીયા ઉન્નડનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન ખુલ્યું કે, આ મહિલાઓ લાંબા સમયથી ફરિયાદીના પત્નીના બ્યુટી પાર્લરમાં ગ્રાહક તરીકે આવતી હતી અને ઘરનો પૂરતો ભેદ મેળવી લીધો હતો.

    ઘટનાના દિવસે એક મહિલા પાર્લરમાં સેવા લઈ રહી હતી ત્યારે બાકી બે મહિલાઓએ તકનો લાભ લઈ નજીકના ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં પ્રવેશ્યા બાદ તેઓએ ચાવી શોધી તિજોરી ખોલી નાખી અને તેમાં રહેલા રોકડ રૂપિયા તથા સોનાના દાગીના ચોરી લીધા હતા.

    ચોરી કર્યા બાદ પોતાની ઓળખ છુપાવવા માટે આરોપીઓએ સોનાના દાગીના સુરેન્દ્રનગરના એક સોનાર પાસે પીગાળાવી નાખ્યા હતા, જેથી તેની ઓળખ બદલાઈ જાય. સોનાર દ્વારા દાગીનાને પીગાળીને લગભગ 74.740 ગ્રામની સોનાની લગડી બનાવી દેવામાં આવી હતી. જોકે, પોલીસની તપાસ દરમિયાન આ લગડી પણ કબ્જે કરી લેવામાં આવી છે.

    પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 51 હજાર રોકડ તથા આશરે 8.24 લાખ રૂપિયાનું સોનુ મળીને કુલ 8.75 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પૂછપરછ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે, આ મહિલાઓ અગાઉ પણ હનીટ્રેપ સહિતના ગુનાઓમાં સંડોવાયેલ છે.

    ચોરીનો આ પ્લાન પણ ખૂબ જ શાતિરાઈથી બનાવવામાં આવ્યો હતો. ફરિયાદીના પત્ની કાનમાં પહેરતા સોનાના બુટિયા એક દિવસ ન દેખાતા મહિલાઓએ પૂછપરછ કરી હતી, ત્યારે તેમને ખબર પડી કે તે તિજોરીમાં રાખવામાં આવ્યા છે. આ માહિતીના આધારે જ તેમણે ચોરી કરવાનો પ્લાન ઘડ્યો હતો.

    આ સમગ્ર બનાવથી સ્પષ્ટ થાય છે કે, ઓળખાણ અને વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવી ગુનાઓને અંજામ આપતા તત્વો સામે સાવધાન રહેવું જરૂરી છે. પોલીસે હાલ ત્રણેય આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
apply