ભુપેન્દ્રસિંહ ચુડાસમાં રાજકોટની મુલાકાતે
Live TV
-
પાણી બચાવીને વાપરવા લોકોને કરી અપીલ.
રાજકોટ જિલ્લાના પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસામા આજે રાજકોટ ની મુલાકાતે આવ્યા હતા. રાજકોટની મુલાકાતે આવેલ ભુપેન્દ્રસિંહ ચુડાસામાએ સૌ પ્રથમ બેડી ગામ ખાતે એક શાળાની મુલાકાત લીધી હતી અને બાદમાં રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમમાં આવેલ નર્મદા નીરની મુલામત લઇ નર્મદાનીરના વધામણાં કર્યા હતા. ભુપેન્દ્રસિંહ એ જણાવ્યું હતું કે રાજકોટ સહિત રાજ્યના એક પણ શહેર કે 18000 ગામડાઓ પૈકી એક પણ ગામને પાણી ની સમસ્યા સર્જાશે નહીં.. તમામ લોકોને પીવાનું પાણી પૂરતું મળી રહેશે અને લોકોને અપીલ કરી હતી કે અછતમાં જેમ બચાવ કરી તે જ રીતે છતના દિવસોમાં પણ પાણી જરૂર પૂરતો જ વપરાશ કરવો જોઇયે. વધુમાં જણાવ્યું હતું કે ભાજપ શાસનની ખૂબી છે કે બધા વર્ષો સારા રહ્યા છે અને આ વર્ષે પણ જૂન મહિનામાં ચોમાસુ આવી જાય તેવી આગાહી કરવામાં આવી રહી છે.