ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે વિકાસકામો માટે રૂ. ૧,૧૨,૫૦,૦૦૦નો ચેક રાજપીપલા નગરપાલિકાને અપાયો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદા જિલ્લાને વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા "સ્ટેચ્યુ ઓફ યુનિટી"ની ધરેલી ભેટથી રાજપીપલા શહેર હવે વિશ્વના પ્રવાસીઓ માટે યજમાન શહેર બન્યું છે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે રાજપીપલા નગરપાલિકાના વિકાસ કામો માટે રૂપિયા ૧,૧૨,૫૦,૦૦૦નો ચેક નગરપાલિકાને અર્પણ કરાયો કુલ રૂપિયા ૨૨૩ લાખના ખર્ચે ૧ વિકાસ કામના લોકાર્પણ ઉપરાંત ૯ વિકાસ કામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યમાં વિકાસલક્ષી કેટલાક કર્યો કરવામાં આવી રહ્યા છે અને સરકાર પણ વિકાસલક્ષી કામ કરવા માટે કટિબદ્ધ છે. અને સરકાર આર્થિક રીતે વિકાસકામોમાં સહયોગ આપી રહી છે.
