ભૂકંપની સજ્જતા તપાસવા રાજય સ્તરે મોકડ્રીલ યોજાઇ
Live TV
-
સવારે કચ્છના દૂધઈ પાસે 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યાના સંદેશ સાથે મોકડ્રીલનો પ્રારંભ કરાયો.
ભૂકંપ વખતે તંત્રની સજ્જતા તપાસવા આજે રાજ્ય સ્તરે ખાસ મોકડ્રીલનું આયોજન કરાયું હતું. આજે સવારે કચ્છના દૂધઈ પાસે 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યાના સંદેશ સાથે મોકડ્રીલનો પ્રારંભ થયો હતો. જે અંતર્ગત ક્રાઈસીલ મેનેજમેન્ટ ગ્રૂપની તાત્કાલિક બેઠક બોલાવાઈ હતી. ગાંધીનગર ખાતે મળેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં થયેલી ચર્ચા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ માહિતગાર કરાયા હતા. આ ક્વાયત અંતર્ગત રાજકોટ ખાતે પણ બેઠક અને બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. મોકડ્રીલના ભાગરૂપે ભૂકંપની અસરગ્રસ્ત આઠ જિલ્લામાં સેટેલાઈટ ફોનથી સંપર્ક કરાયો હતો. એ જ રીતે અમદાવાદ ખાતે ઈમારત ધરાશાયી થયા બાદની બચાવ કામગીરી શરૂ કરાઈ હતી.