Skip to main content
Settings Settings for Dark

મંત્રી ભાનુ બાબરીયાના હસ્તે “પોષણ ઉત્સવ-2024”નો ગાંધીનગર ખાતેથી શુભારંભ

Live TV

X
  • “પોષણ ઉત્સવ-2024”નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુ બાબરીયાએ જણાવ્યું હતું કે, દેશને વિકસીત ભારતના નિર્માણમાં સશક્ત મહિલા અને સ્વસ્થ બાળકની મહત્વની ભૂમિકા રહેલી છે.

    દરેક ઉંમર અને વ્યક્તિના વિકાસમાં શિયાળાની ઋતુની મહત્વતાને ધ્યાનમાં રાખી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “સહી પોષણ, દેશ રોશન” ના સુત્રને સાર્થક કરવા રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં “પોષણ ઉત્સવ-2024” નો શુભારંભ કરવામાં આવ્યો છે. મંત્રી એ ઉમેર્યું હતું કે, સ્વસ્થ, સશક્ત અને સામર્થ્યવાન બાળક દેશના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે, દેશનું દરેક બાળક સ્વસ્થ અને સશક્ત બને તે માટે રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે. આજનું બાળક દેશનું ભવિષ્ય છે, તેમને પોષણયુક્ત સ્વસ્થ્ય આહાર આપવો ખુબ જ જરૂરી છે. ગુજરાત પોષણ વિકાસના દરેક માપદંડોમાં સિદ્ધિ હાંસલ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે.

    મંત્રી એ જણાવ્યું હતું કે, સશક્ત રાષ્ટ્ર કે રાજ્યના નિર્માણમાં મહિલાઓ અને બાળકોની ભૂમિકાની મહત્તાને ધ્યાનમાં રાખી અમારી સરકારે અવિરતપણે બાળકો, કિશોરીઓ અને મહિલાઓની દરકાર કરી છે. તેમના પોષણ અને વિકાસ માટે અનેક પોષણ તથા મહિલાલક્ષી યોજનાઓના સુયોગ્ય અમલીકરણથી “સહી પોષણ, દેશ રોશન”ના અભિગમને સાર્થક કર્યો છે. “પોષણ ઉત્સવ-2024” વિશે માહિતગાર કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, આ ઉત્સવ ચાર ભાગમાં યોજવામાં આવશે. જેમાં રાજ્ય કક્ષાએ, દરેક ઝોન કક્ષાએ, તમામ જિલ્લા-મહાનગરપાલિકા, ઘટક તેમજ સેજા કક્ષાએ યોજાશે. આંગણવાડીના માધ્યમથી લોકોમાં અને ખાસ કરીને મહિલાઓને મિલેટ એટલે કે, શ્રી અન્ન તેમજ સરગવા જેવા ઘરઆંગણે સરળતાથી મળતા પૌષ્ટીક ખાદ્યો અને તેના પોષણના મહત્વ અંગે જાગૃત કરી તેના વધુ ઉપયોગ અંગે પ્રોત્સાહિત કરવામાં આવશે.

    આજની કિશોરીઓ ભવિષ્યની માતા છે, તેમ કહેતા ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના વિકસિત ભારત @2047ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત પોષણ ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર બાળકો, કિશોરીઓ તથા મહિલાઓને પોષણક્ષમ બનાવવાની દિશામાં પરિણામલક્ષી કામગીરી કરી રહી છે. તેમની ઉત્તમ કામગીરીથી બાળકો અને મહિલાઓના પોષણસ્તરમાં સુધારો થયો છે તેમ, તેમણે ઉમેર્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધન આપતા મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકરે જણાવ્યું હતું કે, છેવાડાના બાળકો, મહિલાઓ સુધી પોષણક્ષમ આહાર સમયસર પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ સાથે જ સચિવે પોષણ ઉત્સવ -2024ની યોજાનાર કામગીરી અંગે તમામ જિલ્લાના અધિકારીઓ કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત મોરિંગો (સરગવો), અન્નની વાનગીઓ વિશે તેમણે વિસ્તૃત માહિતી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-02-2025 Max Temp : °C Min Temp : °C
apply