મતદાન કરવા અંગે જાગૃતિ કેળવવા રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા વધુ બે MoU કરવામાં આવ્યા
Live TV
-
રાજ્યની પ્રતિષ્ઠિત 300 હોટેલના સંચાલકો પણ મતદાન જાગૃતિ કાર્યમાં જોડાશે
લાયકાત ધરાવતો કોઇ મતદાર, મતદાન કર્યા વગર ના રહે અને ચૂંટણી પ્રક્રિયામાં સમાજના તમામ વર્ગોની સહભાગિતા વધે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી દ્વારા વિવિધ સરકારી તથા બિન-સરકારી સંસ્થાઓ સાથે MoU કરવામાં આવી રહ્યા છે. મતદારયાદીની સંક્ષિપ્ત સુધારણા બાદ હવે મતદારોમાં નૈતિક અને અચૂકપણે મતદાન કરવા અંગે જાગૃતિ કેળવવા વધુ 02 MoU કરવામાં આવ્યા છે.
રાજ્યના રાશનકાર્ડ ધારકો મતદાર યાદીમાં પોતાના નામની ચકાસણી કરે, પોતે મતદાન કરે અને મતદાન કરવા પ્રેરિત કરે તે માટે જાગૃતિ કેળવવા, અન્ન અને નાગરિક પુરવઠા નિયામક તુષાર ધોળકિયા દ્વારા મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. નિયામક અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી, રાજ્યની 17,000 વાજબી ભાવની દુકાનોના દુકાનદારો સાથે સંક્ળાયેલા 71 લાખ પરિવારોની 3.5 કરોડની જનસંખ્યા માટે મતદાન જાગૃતિનું કામ કરશે.
રાજ્યની પ્રતિષ્ઠિત 300 હોટૅલના સંચાલકો પણ મતદાન જાગૃતિ કાર્યમાં સાથ આપે તે માટે, ગુજરાતના હોટેલ એન્ડ રેસ્ટોરરેન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણી અને મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
