Skip to main content
Settings Settings for Dark

ગુજરાત પોલીસ આયોજિત પોલીસ મેડલ અલંકરણનો સમારોહ યોજાયો

Live TV

X
  • ગુજરાત પોલીસ આયોજિત પોલીસ મેડલ અલંકરણનો અમદાવાદ ખાતે સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, DGP આશિષ ભાટિયા ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજયની સુરક્ષા, શાંતિ અને સલામતિના પાયામાં પોલીસ દળની કર્તવ્યનિષ્ઠા અને ફરજ પરસ્તી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ સમિટથી ઉદ્યોગ વેપાર જગતમાં ગુજરાતની વૈશ્વિક છબી ઊભી કરી છે. પરિણામે દેશ વિદેશના રોકાણકારો, ઉદ્યોગ વ્યવસાયકારો ગુજરાતમાં રોકાણ અને કારોબાર માટે આર્કષાય છે. ગુજરાતની સુદ્રઢ સુરક્ષા, શાંતિ અને સલામતિએ આવા રોકાણકારો માટે ગુજરાતને રોકાણ માટેની પસંદગીનું પહેલું સ્થળ બનાવ્યું છે તેનો યશ રાજ્યના પોલીસના ફાળે જાય છે. 

    આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત પોલીસ દળના 99 જેટલા અધિકારી-કર્મીઓને પ્રસંશનીય સેવા માટેના જાહેર થયેલા પોલીસ મેડલ્સ અમદાવાદમાં અર્પણ કર્યા હતા. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન અને પ્રેરણાથી ગુનાખોરી માટે 'ઝિરો ટોલરન્સ'ની નીતિ, ડિજિટલ ઈન્ડિયાનું અમલીકરણ અને ટેક્નોલોજીયુક્ત અભિગમ અપનાવીને ગુજરાત પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા અને પ્રજાની સુરક્ષા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. 

    ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાયદો અને વ્યવસ્થા બાબતે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા. DGP આશિષ ભાટિયાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી અને ગૃહ રાજયમંત્રીના નેતૃત્વમાં ગુજરાતનું પોલીસ દળ દેશનું આધુનિક બને તે દિશામાં કાર્યરત છે. પોલીસ વિભાગ માટે પોલીસ વિભાગ માટે પરિવર્તન પ્રેરક અભિગમ દાખવવા બદલ તેમણે મુખ્યમંત્રી અને ગૃહ રાજયમંત્રીનો આભાર વ્યકત કર્યો હતો.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply