મતદાર જાગૃતિ માટે મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા રાજ્યમાં અંદાજે 40 જેટલી મોબાઇલ વાન પ્રસ્થાન કરાવાઇ
Live TV
-
આગામી લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં મહત્તમ મતદાન થાય તે માટે મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ EVMના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઑડિયો-વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ LED વાનને પ્રસ્થાન કરાવ્યું.
રાજ્યભરમાં 40 જેટલી જાગૃતિ વાન દ્વારા નિશ્ચિત રૂટ પર EVMના લાઈવ ડૅમોન્સ્ટ્રેશનની સાથે સાથે મતદારોને પોતાના મતાધિકારના ઉપયોગ અંગે પ્રેરિત કરાશે. મતદારો મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન મતદાર નોંધણીની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
રાજ્યભરમાં ફાળવવામાં આવેલી કુલ 40 LED મોબાઈલ વાન દ્વારા વિવિધ જિલ્લાના દૂધ મંડળી અને ગામના ચોરા જેવા ગ્રામ્ય વિસ્તાર તથા કૉલેજ, યુનિવર્સિટી કેમ્પસ, GIDC વિસ્તાર અને બગીચા જેવા શહેરી વિસ્તારોમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.