Skip to main content
Settings Settings for Dark

કચ્છી સુકા મેવા તરીકે ઓળખ ધરાવતી ખારેકને મળ્યો જીઆઈ-ટેગ

Live TV

X
  • ગુજરાત રાજ્યમાં પહેલા ગીરની કેસર કેરી, ભાલીયા ઘઉંના બીજ, અને હવે કચ્છની દેશી ખારેક જીઆઇ ટેગ- જીઓગ્રાફીકલ ઇન્‍ડિકેશન મેળવનાર રાજ્યની ત્રીજી કૃષિ પેદાશ બની છે.

    રાજ્યના 24% વિસ્તારને આવરી લેતો કચ્છ જીલ્લો રાજયમાં સૌથી મોટો છે. કચ્છ શુષ્ક પ્રદેશ છે,  કચ્છ તેના વિશાળ સફેદ રણ માટે જાણીતું છે, જ્યાં સરેરાશ 340 મીમી વરસાદ પડે છે આમ છતાં તેમાં સૌથી વધુ વૈવિધ્યસભર પશુપાલન આધારિત કૃષિનો વિકાસ થયો છે.  ખેડૂતોના અથાક પરિશ્રમ,  સરકારના બાગાયત વિકાસ કેન્દ્રિત અભિગમ અને વૈજ્ઞાનિકોના પ્રયાસોથી તમામ પ્રતિકૂળતાઓને પાર કરીને કચ્છ બાગાયતી પાકોના હબ તરીકે ઉભરી આવ્યું છે.

    કચ્છ જિલ્લો વર્ષ 2023-24માં 59,065 હેક્ટર સાથે ફળ પાક હેઠળ રાજ્યમાં પ્રથમ ક્રમે છે. જેમાં ખારેક, કેરી, દાડમ, ડ્રેગન ફ્રુટ, પપૈયા, જામફળ મુખ્ય છે.

    કચ્છમાં 19,251 હે. વિસ્તારમાં 1,82,884 મે. ટનનાં ઉત્પાદન સાથે મુંદ્રા, માંડવી, ભુજ અને અંજાર તાલુકાઓ ખારેકની ખેતીમાં અગ્રણી તાલુકાઓ છે, કચ્છી ખારેક “સુકા મેવાનું” સન્‍માન થયુ છે. આખા દેશમાં સૌ પ્રથમ કચ્છની ધરતી 425  વર્ષ પહેલા ખારેકની ખેતીની શરુઆત થયેલ તે દેશી ખારેકને જીઆઇ-ટેગ જીઓગ્રાફીકલ ઇન્‍ડિકેશનની માન્‍યતા મળી છે.  

    કચ્છની દેશી ખારેક હવે દુનિયાભરની બજારમાં વધારે આદર સાથે નિકાસલક્ષી માંગ મેળવશે તેવી દ્રઢ આશા બંધાઇ છે. આ સાથે કચ્છી દેશી ખારેક જીઆઈ-ટેગની માન્યતા મેળવનાર રણ-પ્રદેશ કચ્છ્ની સર્વપ્રથમ કૃષિ પેદાશ બની છે. 

    ગુજરાતે ખજૂર ઉગાડનારને શ્રેષ્ઠ તકનીકી જ્ઞાનથી સજ્જ બનાવવાના હેતુથી ઇઝરાયેલના ટેકનિકલ સહયોગ સાથે કચ્છ ખાતે ખજૂર માટે સેન્ટર ઓફ એક્સેલન્સ કેન્દ્રની સ્થાપના કરી છે જે આધુનિક ટેકનોલોજીના  નિદર્શન પ્લોટની સુવિધા સાથે કાર્યરત છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
apply