મહાત્મા મંદિર ખાતે યોજાશે આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સેમિનારઃ પ્રકાશ જાવડેકર
Live TV
-
વન્ય જીવની પ્રવાસી જાતિઓના સંરક્ષણ અંગે કેન્દ્રિય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે નવી દિલ્હી ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. તેમણે જણાવ્યુ હતું કે, ગુજરાતનાં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે એક આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સેમિનારનું આયોજન કરાયું છે.
આ સેમિનારનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી ઉદ્ધાટન કરશે. તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહેશે. 15 દેશોના મંત્રીઓ ઉપરાંત દેશના 18 રાજયોના વન અને પર્યાવરણ મંત્રીઓ આ સેમિનારમાં ભાગ લેશે. 130 દેશો પણ સહભાગી બનશે.
આ સેમિનારમાં એક્સપર્ટ્સ, રિસર્ચર્સ, તજજ્ઞો, વૈજ્ઞાનિકો, સ્વયંસેવી સંસ્થાઓ, સરકારી સંસ્થાઓ જોડાશે. આ સેમિનાર માટે 1800 થી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. આ સેમિનારમાં 600 થી વધુ વ્યક્તિઓ ભારત બહારથી આવશે. સેમિનારની થીમ અતિથિ દેવો ભવ: પર આધારિત છે.