CBSEબોર્ડની ધોરણ દસની મેથેમેટીક્સ અને બારની ઈકોનેમીક્સની પરીક્ષા ફરીથી લેવાશે
Live TV
-
CBSEબોર્ડ તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે કે, ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે મેથેમેટીક્સ અને બારમાના વિદ્યાર્થીઓ માટે ઈકોનેમીક્સની પરીક્ષા ફરીથી લેવામાં આવશે. આ જાહેરાત આજે CBSE બોર્ડ તરફથી કરવામાં આવી છે.
CBSEબોર્ડ તરફથી દસમાં અને બારમાના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવી રહ્યાં છે. બોર્ડ તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે કે, ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે મેથેમેટીક્સ અને બારમાના વિદ્યાર્થીઓ માટે ઈકોનેમીક્સની પરીક્ષા ફરીથી લેવામાં આવશે. આ જાહેરાત આજે CBSE બોર્ડ તરફથી કરવામાં આવી છે. પરીક્ષા અંગેનો કાર્યક્રમ આગામી એક સપ્તાહમાં CBSEની સાઈટ પર મુકવામાં આવશે. ઉલ્લેખની છે કે આ મામલે વોટ્સએપ પર પેપર લીક થયાના સમાચાર હતા. જેના પગલે વિદ્યાર્થીઓના હિતમાં બોર્ડ તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુદે કેન્દ્રિય માનવસંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતુંકે વોટસઅપ પર પેપર લીક થવાની ફરિયાદો મળી હતી જેના આધારે ફેર પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે. પરંતુ આવી ઘટનાને રોકવા માટે આગામી શૈક્ષણિક સત્રથી નેશનલ ટેસ્ટીંગ એજન્સી કાર્યરત કરાશે. જેને કેબિનેટે મંજૂરી આપી દીધી છે.