રાજ્યસભામાં પ્રધાનમંત્રી મોદીએ સેવા નિવૃત થઇ રહેલા સાંસદોને વિદાય ભાષણ આપ્યું હતું
Live TV
-
રાજ્યસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેવા નિવૃત થઇ રહેલા સાંસદોને વિદાય ભાષણ આપ્યું હતું.
લોકસભામાં આજે 17મા દિવસે પણ વિપક્ષના હોબાળાને કારણે લોકસભા સ્થગિત કરાઈ હતી. રાજ્યસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેવા નિવૃત થઇ રહેલા સાંસદોને વિદાય ભાષણ આપ્યું હતું. તેમજ નવા સાંસદોનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ સેવા નિવૃત થઇ રહેલા સાંસદોને સંબોધતા સાંસદ શ્રી કુરિયનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કુરિયનનો હસતો ચહેરો ભૂલી નહીં શકાય. તો બીજી તરફ શ્રી કુરિયને જણાવ્યું હતું કે 80ના દશકથી હું સાંસદ છું, પણ સંસદમાં આવો હોબાળો ક્યારેય નથી જોયો. સંસદને ચાલવા દેવી તે એક સંસદ સભ્યની ફરજ છે, જેમાં દરેક સભ્યનું યોગદાન હોવું જોઇએ. નિવૃત્ત થઇ રહેલા રાજ્યસભાના સાંસદોમાં વરિષ્ઠ અભિનેત્રી રેખા અને મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો પણ સમાવેશ થાય છે. ત્યાર બાદ રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી.