Skip to main content
Settings Settings for Dark

મહિલા આર્ચરી સ્પર્ધાઓ અંબાજીમાં, CM ભૂપેન્દ્ર પટેલ કરશે ઉદ્ઘાટન

Live TV

X
  • અંબાજી ખાતે રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાઓનું આયોજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાઓનું ઉદ્દઘાટન કરાશે.

    આગામી તારીખ 8 એપ્રિલ 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ, અંબાજી ખાતેથી રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાઓનું ઉદ્દઘાટન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 25 એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરાશે. આગામી તા. 08-04-2025 થી તા.11-04-2025 દરમ્યાન અંબાજી ખાતે રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાઓનું આયોજન કરાશે. જેમાં દેશભરના 600થી વધુ મહિલા આર્ચરી રમતવીરો ભાગ લેશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ટુરીઝમ વિભાગના સંયુક્ત ઉપક્રમે આ આર્ચરી રમતોનું આયોજન કરાશે.

    સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, પાલનપુર ખાતે સબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ સ્પર્ધામાં ખેલાડીઓ, મહાનુભાવો તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહેશે ત્યારે જિલ્લા કલેકટર એ તમામ વ્યવસ્થાઓ યોગ્ય રીતે થાય તે મુજબ અધિકારીઓને સૂચન કર્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply