Skip to main content
Settings Settings for Dark

મહીસાગરમાં પી.એમ કિસાન યોજનાના લાભાર્થીઓને ભારત સરકાર દ્વારા અપાશે કિસાન ક્રેડિટ કાર્ડ

Live TV

X
  • ખેડૂત અને ખેતી બંને સમૃદ્ધ બને તે હેતુથી શરૂ કરાઈ હતી પી.એમ કિસાન યોજના

    મહીસાગર જિલ્લામાં પી.એમ કિસાન યોજનાના લાભાર્થીઓને ભારત સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ અપાશે. 'કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી'  અભિયાન અંતર્ગત આવતીકાલથી પહેલી મે સુધી કિસાન ક્રેડિટ કાર્ડ આપવા માટે ડ્રાઇવ ચલાવવામાં આવશે. આજે દરેક ગામમાં સ્પેશિયલ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ ગ્રામસભાને સાંજે 5 વાગે પ્રધાનમંત્રીએ નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલી સંબોધન કરશે. મહીસાગર જિલ્લામાં, પી.એમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં ૧ લાખ ૮૭ હજારથી વધુ ખેડૂતોએ લાભ લીધો છે. પી.એમ કિસાન યોજનાના જે લાભાર્થીઓએ લોન માટે કિસાન ક્રેડિટ યોજનાનો લાભ લીધો ના હોય તેવા તમામ ખેડુતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply