Skip to main content
Settings Settings for Dark

મહીસાગર: CPR શિક્ષક સજ્જતા તાલીમનો લુણાવાડાના મોટા સોનેલા ક્રિસ્ટલ સ્કૂલ ખાતે કુબેરભાઈ ડીંડોર દ્વારા શુભારંભ

Live TV

X
  • રાજ્યભરમાં નાની ઉંમરના બાળકો યુવાનોમાં કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે આવી ઘટનાઓ રોકવા કટિબદ્ધ બની ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસીઓલોજિસ્ટ ગુજરાતના સહયોગથી તબીબોની ઉપસ્થિતિમાં શાળાના શિક્ષકોને સીપીઆર તાલીમ આપવા અંગે આયોજન કરવામાં આવ્યું છે.

    તે અંતર્ગત મહીસાગર જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે સીપીઆર શિક્ષક સજ્જતા તાલીમનો લુણાવાડા તાલુકાના મોટા સોનેલા ક્રિસ્ટલ સ્કૂલ ખાતે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રીએ કોરોના કાળમાં શિક્ષકોની સામાજિક સેવાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે સીપીઆર જીવન રક્ષક તાલીમથી અમરેલી જિલ્લામાં આ તાલીમ મેળવેલા શિક્ષકે એક સામાજિક પ્રસંગમાં એક વ્યક્તિનો જીવ પણ બચાવ્યો હોવાના પ્રસંગનો ઉલ્લેખ કર્યો હતો. 

    જિલ્લાના છ તાલુકાઓમાં 4949 પ્રાથમિક શિક્ષકો, 1117 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો મળી કુલ 6066 શિક્ષકોએ આ તાલીમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષણાધિકારી, પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સહિત વિવિધ સંઘના હોદ્દેદારો ક્રિસ્ટલ સ્કૂલના ટ્રસ્ટી મનુભાઈ, ડોક્ટર સેલના તબીબો, મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply