મુખ્યમંત્રીની પૂ. પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવના સમાપન સમારંભમાં ભાવપૂર્ણ ઉપસ્થિતિ
Live TV
-
મુખ્યમંત્રી અમદાવાદ ખાતે SGVP દ્વારા આયોજિત પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવના સમાપન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, સંતશકિતના આશીર્વાદ, સંસ્કૃતિજતન તથા નવજાગરણ માટેના પ્રધાનમંત્રીના સંકલ્પથી ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે હંમેશાં સંસ્કૃતિના જતન પર ભાર મૂક્યો છે. આજે ગુરુકુળ પરંપરાને એ બહુ મોટી વાત છે, એવું તે કારણે વિદેશની ધરતી પર પણ આપણી સંસ્કૃતિ મજબૂતાઈપૂર્વક પ્રસ્થાપિત થઈ શકી છે.
આગામી દિવસોમાં 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવા જઈ રહી છે, તે અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2003માં પ્રધાનમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરાઈ હતી અને આજે આ સમિટ વૈશ્વિક પ્લેટફોર્મ બની ચૂકી છે. નરેન્દ્રભાઈએ વર્ષ 2007માં રણોત્સવની શરૂઆત કરાવેલી. આજે ધોરડો યુએનના વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિશ્વના બેસ્ટ ટૂરિસ્ટ વિલેજની યાદીમાં પ્રસ્થાપિત થયું છે, તેનો મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.
ડિજિટલ ઇન્ડિયાનો લાભ નાના ધંધા-વ્યવસાયવાળા લોકોને મળી રહ્યો છે. 'એક ભારત શ્રેષ્ઠ ભારત' અંતર્ગત આજે કોઈ એક રાજ્ય નહિ, સમગ્ર દેશનો વિકાસ થાય એવી કામગીરી પ્રધાનમંત્રીના દિશાદર્શનમાં થઈ રહી છે. મુખ્યમંત્રીએ કર્મના સિદ્ધાંત અને આધ્યાત્મિક પ્રભાવનું દૃષ્ટાંત વાલ્મિકી ઋષિના પૂર્વાશ્રમની વાત ટાંકીને આપ્યું હતું.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ થાય. સંતોના આશીર્વાદથી સૌ કોઈ આ સંકલ્પને સાકાર કરવા સહભાગી થશે એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. આ સ્મૃતિ મહોત્સવ પ્રસંગે સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી સુવિકસિત ભારત માટે આહવાન કર્યું હતું. સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજીએ સ્વાગત પ્રવચન કરી મુખ્યમંત્રીશ્રી સહિત દેશભરમાંથી પધારેલા અગ્રણી સાધુસંતોએ આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં યજમાનોનું મુખ્યમંત્રી અને સ્વામીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે દેશભરમાંથી પધારેલા સાધુ-સંતો, સામાજિક અગ્રણીઓ અને હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
