મહેસાણાના ઉચરપી ગામ નજીક ટ્રેઈની વિમાન ક્રેશ થતા મહિલા પાઈલોટ ઈજાગ્રસ્ત
Live TV
-
મહેસાણા ખાતે બ્લ્યુ રે એવિયેશન ખાનગી કંપની છેલ્લા કેટલાય સમયથી ટુ-સિટર વિમાન દ્વારા પાયલોટને ટ્રનિંગ આપી રહી છે. ગઈકાલે સોમવારે (31 માર્ચ, 2025) અલોખ્યા પેચેટી નામની ટ્રેની પાયલોટે મહેસાણાથી ઉડાન ભરી આગળ વધી રહી હતી, આ દરમિયાને અચાનક મહેસાણાના ઉચરપી ગામ નજીક દિવેલાના ખેતરમાં વિમાન ક્રેશ થયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો અને અધિકારીઓની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી હતી.
ખાનગી કંપનીમાં ટ્રેનિંગ લઈને રહેલા મહિલા પાયલોટનું વિમાન ક્રેશ થતાં ખેતરમાં પટકાયું હતું. આ દુર્ઘટનામાં ટ્રેઈની મહિલા પાયલોટ ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે મહેસાણાની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
જો કે, સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સમગ્ર ઘટનાને પગલે બ્લ્યુ રે એવિયેશન કંપની દ્વારા કયા કારણોસર વિમાન ક્રેશ થયું તેને લઈને કોઈ સત્તાવાર વિગત આપવામાં આવી નથી.