મહેસાણાના વડનગર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મેગા મેડિકલ કેમ્પ તથા વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજાયો
Live TV
-
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મેગા મેડિકલ કેમ્પ તથા વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. તેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દાતાઓ તેમજ આરોગ્ય સંસ્થાઓને સન્માનિત કરી હતી. આ પ્રસંગે "PMJAY - મા" યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ અને આભા કાર્ડનું વિતરણ કરાયું હતું. વસંત પ્રભા હોસ્પિટલ કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા ટીબીના પાંચ દર્દીઓ તથા 11 સગર્ભા બહેનોને પોષણ કીટ અર્પણ કરવામાં આવી હતી.