મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં મોઢેરા ખાતે યોજાયો સૂર્યનમસ્કારનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ
Live TV
-
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા રાજ્ય વ્યાપી સૂર્યનમસ્કાર અભિયાનની શરુઆત કરાઈ છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા રાજ્ય વ્યાપી સૂર્યનમસ્કાર અભિયાનની શરુઆત કરાઈ છે. જેમાં મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સામૂહિક સૂર્યનમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં સમૂહમાં 11 સૂર્યનમસ્કાર કરાયા હતા. આ સાથે મુખ્યમંત્રીએ અને ગૃહરાજ્યમંત્રીએ આ પ્રસંગે ઉદબોધન કર્યું હતું. રાજ્યના વિવિધ જિલ્લાના વિજેતા સ્પર્ધકોને સન્માન પણ કરાયા હતા.
નવા વર્ષના પ્રથમ દિવસે મોઢેરા સૂર્યમંદિર ખાતે સૂર્યના પ્રથમ કિરણના સ્વાગત સાથે સૂર્યનમસ્કારનું આયોજન કરાયું હતું. મોઢેરા સૂર્યમંદિર ખાતે સૂર્યની ઉપાસના કરવાના રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો સન્માન સમારોહ યોજાયો હતો. રાજ્યકક્ષાના મોઢેરા કાર્યક્રમ સહિત રાજ્યના વિવિધ ૧૦૮ આઇકોનીક સ્થળોએ આયોજીત સૂર્યનમસ્કાર કાર્યક્રમો યોજાયા હતા. જે પૈકી 51 સ્થળોએ સૂર્યનમસ્કારનો કાર્યક્રમ ગ્રીનીસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં નોંધાયો હતો. કાર્યક્રમમાં રાજ્યકક્ષાથી વિજેતા થયેલા ૦૬ શ્રેષ્ઠ સ્પર્ધકોનું મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ફિટ ઇન્ડિયા’ના વિઝન અને મુખ્યમંત્રીના 'સ્વસ્થ ગુજરાત' ના મિશન સાથે યોગાભ્યાસ થકી સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ ફેલાવવાનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો નવતર અભિગમ એટલે ગુજરાતમાં પ્રથમ વખત આયોજિત રાજ્યવ્યાપી 'સૂર્યનમસ્કાર મહાઅભિયાન હાથ ધરાયુ હતું. આ મહાઅભિયાન અંતર્ગત ૦૧ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ શરૂ થતા નવા વર્ષના પ્રથમ સૂર્ય કિરણ સાથે મોઢેરાના પ્રસિદ્ધ સૂર્યમંદિર ખાતે શરૂ કરાયું હતું. સૂર્ય દેવતાની આરાધના કરતો ‘સૂર્ય નમસ્કાર’ કાર્યક્રમની રીહર્સલ કરી જરૂરી સૂચનો કર્યા હતા.