31 ડિસેમ્બરની રાત્રે નશાનું દૂષણ અટકાવવા વિવિધ શહેરોમાં પોલીસે કર્યું સઘન ચેકિંગ
Live TV
-
રાજકોટમાં નવા વર્ષની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં નશાનું કોઈ દૂષણ ન ફેલાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
રાજકોટમાં નવા વર્ષની રંગેચંગે ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં નશાનું કોઈ દૂષણ ન ફેલાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ૩-ડીસીપી, ૪-એસીપી,૧૭-પીઆઇ સહિત ૧૩૨૪ પોલીસ જવાનોનો કાફલો રાઉન્ડ ધ કલોક બંદોબસ્તમાં જોડાયો હતો. શહેરમાં વાહનોનું સઘન ચેકિંગ કરાયું હતું. તો કેફી દ્રશ્યોનું સેવન કરનારા લોકો સામે કાર્યવાહી કરાઈ હતી. તો શહેરના પાર્ટીપ્લોટ અને હોટેલોમાં યુવાધન ડી.જેના તાલે ઝૂમી ઉઠ્યું હતું. તો આ વખતે સૌથી ખાસ વાત એ હતી કે યુવાઓ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને યાદ કરતા ભગવાન રામના ગીતોની પણ રમઝટ જોવા મળી હતી.
મહેસાણા જિલ્લામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કુલ 64 પોલીસ અધિકારી 520 પોલીસ કર્મચારી,35 હોમગાર્ડ દ્વારા જિલ્લા ભરમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. .જેમાં બ્રેથ એનેલાઇઝર દ્વારા શકમંદોની તપાસ કરવામાં આવી હતી. તેમજ શી ટીમ દ્વારા સંવેદનશીલ સ્થળોએ પેટ્રોલીંગ કરાયું હતું.
નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અરવલ્લી જિલ્લા પોલીસની વિવીધ ટીમ દ્વારા રાજસ્થાન બોર્ડર આવતા જતા વાહનોમાં સઘન તપાસ કરવામાં આવી હતી. ખાસ કરને રતનપુર ચેકપોસ્ટ અને મોડાસા સ્ટેટ હાઇવે પર પોલીસની અનેક ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.