Skip to main content
Settings Settings for Dark

મહેસાણાની દૂધ સાગર ડેરીમાં વહીવટદારની નિમણૂંક કરાઇ

Live TV

X
  • મહેસાણામાં આવેલી જગવિખ્યાત દૂધ સાગર ડેરીમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે.સાગર ઘીમાં ભેળસેળ મામલે 40 કરોડનું નુકસાન પહોંચતા નિયામક મંડળને રાજ્ય સરકારે બરખાસ્ત કરી દીધું છે.અને વહીવટદાર તરીકે વાય.એ.બલોચની નિમણૂક કરી છે.

    મહેસાણા દૂધસાગર ડેરીમાં પુના અને હરિયાણાથી મંગાવવામાં આવતા ઘીના ટેન્કરમાં અશુદ્ધ ઘીની ભેળસેળ કરી આર્થિક ફાયદા મેળવવામાં આવતો હતો.ડેરી અને ફેડરેશનના નામને હાની પહોંચાડવાની સાથે ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કરાતો હોવાની મહેસાણા બી.ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

    ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર, વાઈસ ચેરમેન મોંઘજી ચૌધરી, મેનેજિંગ ડિરેક્ટર નિશિથ બક્ષી, લેબોરેટરી હેડ અને ટેન્કરનો કોન્ટ્રાક્ટ જેની પાસે છે તે ટ્રાન્સપોર્ટર સામે હાલ તપાસ ચાલી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply