મહેસાણાની દૂધ સાગર ડેરી હવે મધનું વેચાણ કરશે
Live TV
-
મહેસાણાની દૂધસાગર ડેરીએ હવે માત્ર દૂધ જ નહીં પણ અન્ય પ્રોડકટમાંથી પણ પશુપાલકો નાણાં કમાઈ શકે તે માટે આયોજન કર્યું છે. દૂધસાગર ડેરી હવે મધનું વેચાણ કરશે. જેમાં ડેરીએ વિવિધ નેચરલ ફ્લેવરમાં મધની પ્રોડક્ટ લોન્ચ કરી છે. ખેડૂતો અને પશુપાલકોને ડેરી દ્વારા મધ ઉત્પાદન માટે સુવિધા પુરી પાડવામાં આવશે. ઉત્પાદિત થયેલા મધનું દેશમાં વેચાણ કરવામાં આવશે. મધ ઉત્પાદન માટે ડેરીએ ખેડૂત અને પશુપાલકોને વિશેષ તાલીમ આપી છે.
મહેસાણાની દૂધ સાગર ડેરી હવે મધનું વેચાણ કરશે. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે, ડેરીમાં માત્ર દૂધ જ નહીં પરંતુ હવે નેચરલ ફ્લેવરનું મધ પણ મળશે અને આ પ્રકારની પ્રોડક્ટથી પશુપાલકો આર્થિક રોજગારી રળી શકે તે માટે આ શરૂઆત કરવામાં આવી છે. આ માટે ખેડૂતો અને પશુપાલકોને ડેરી દ્વારા મધ ઉત્પાદન માટે વ્યવસ્થા પુરી પાડવામાં આવશે અને ઉત્પાદિત થયેલું મધ ડેરી ખરીદી કરશે. તેમણે ઉમેર્યું હતું કે રાઇ અને જીરુના નેચરલ ટેસ્ટ વાળુ મધ પણ તૈયાર કરવામાં આવશે,
