મહેસાણા નગરપાલિકાના રૂપિયા 10 કરોડના વિકાસ કાર્યો માટનો ભૂમિપૂજન અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલની ઉપસ્થિતીમાં મહેસાણા નગરપાલિકાના રૂપિયા 10 કરોડના વિકાસ કાર્યો માટનો ભૂમિપૂજન અને લોકાર્પણ કાર્યક્રમ યોજાઇ ગયો. આ પ્રસંગે મહેસાણા નાગલપુર ખાતે સ્મશાન ડેવલપ કરવાનું કામ, ભૂગર્ભ પમ્પીંગ સ્ટેશન અને સીવરેજ નેટર્વક બનાવવાનું કામ નગરપાલિકા હસ્તકના રીઝર્વ પ્લોટની કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ તેમજ સોસાયટી સ્ટ્રીટ લાઇટની નિભાવણી તથા મેન્ટેનન્સ અને વીજબીલ નગરપાલિકા દ્વારા ભરવાની યોજના લોન્ચ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સાંસદ સભ્ય ,શારદાબેન પટેલ, રાજ્ય સભા સાંસદ જુગલજી લોખંડવાલા ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ઉપરાંત નગરપાલિકા પ્રમુખ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
