મહેસાણા: વડનગરખાતે ઐતિહાસિક ધરોહરના 2000 વર્ષ જૂની સંસ્કૃતિના અવશેષો મળ્યા
Live TV
-
મહેસાણા જિલ્લામાં આવેલ ઐતિહાસિક ધરોહર એવા વડનગરમાં કેન્દ્રીય પુરાતત્વ વિભાગ દ્વારા ઉતખનન પ્રકારીયા હાથ ધરીવામાં આવી છે ત્યારે તાજેતરમાં વડનગરમાં આવેલ અમરથોળ વિસ્તારમાં ચાલી રહેલ જમીનમાં સંશોધન ની કામગીરીમાં એક 2000 વર્ષ જૂનો કોટ મળી આવ્યો છે જ્યારે અહીં પહેલા કોઈ પ્રજાતી વસવાટ કરતી હોય તેમ કેટલાક ટ્રક્ચર પણ મળી આવ્યા છે જેમાં ગટર દીવાલ સહિતના આકારો જોવા મળી રહ્યા છેમહેસાણા જિલ્લાના વડનગરમાં છેલ્લા ગણા વર્ષો થી પુરાતન વિભાગ દ્વારા ઉત્ખનન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં બૌદ્ધ મઢ અને બૌદ્ધ વિહાર સહિતના અવશેષો મળી આવ્યા છે વડનગરના અમરથોળ નજીક જ્યાં વર્લ્ડ ક્લાસ અંડરગ્રાઉન્ડ મ્યૂઝિયમ બનવા જઈ રહ્યું છે ત્યાં કેન્દ્રીય પુરાતત્વ વિભાગ દ્વારા નગરના પેટાળમાં ધરબાયેલા ઈતિહાસને ઉજાગર કરવા ફરી ઉત્ખનન શરૂ કરાયું છે. જેમાં 2000 વર્ષ જૂનો 12 થી 14 મીટરનો કોટ મળ્યો છે. હજુ 50 મીટર જેટલો કોટ ખુલ્લો કરાયો છે. 200 મીટર સુધી કોટ ખુલ્લો કરવાનો બાકી છે. અહીંથી 1000 વર્ષ જૂના અવશેષો પણ મળી આવ્યા છે. અદભુત કહી શકાય તેવી શંખની કલાત્મક બંગડીઓ, ચાંદી, તાંબા-પિત્તળના સિક્કા, માટીના વાસણો અને મકાનો મળી આવ્યા છે. જેને લઇ સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું છે. અહીંથી મળી આવેલા મકાનો ગાયકવાડ અને સોલંકીકાળનાં છે.